તૈયારી કરી લઈએ
તૈયારી કરી લઈએ


બહુ દૂરની સફર છે,
તૈયારી કરી લઈએ.
એકાકી આ સફર છે,
તૈયારી કરી લઈએ.
ન સાથ કોઈનો હશે,
ન સામાન પણ હશે.
હશે ભોમ સાવ અજાણી,
તૈયારી કરી લઈએ.
કોને ખબર છે ક્યારે,
દસ્તક પડે દરવાજે,
બુલાવો આવે અચાનક,
તૈયારી કરી લઈએ.
અફસોસ કોઈ ના રહે,
એ રીતે જીવી લઈએ.
સમય ઓછો પડે ના,
તૈયારી કરી લઈએ.
છેલ્લી ક્ષણોના ફાંફા
જરૂરી છે ટાળવાં,
સ્વસ્થ થઈને ચાલો,
તૈયારી કરી લઈએ.
આવજો કહેશું તો યે
પાછું અવાશે ના,
વિયોગ કાયમી હશે,
તૈયારી કરી લઈએ.