ભગવાનની પરિભાષા
ભગવાનની પરિભાષા

1 min

113
તોફાનમાંથી
તાણીને તટે લાવે
તે ભગવાન.
તટ પરથી
ખેંચીને ડૂબાડી દે
તે ભગવાન.
માંગણી વિના
અઢળક આપી દે
તે ભગવાન.
મહેનતથી
રળેલું યે લઈ લે
તે ભગવાન.
ઠોકર વાગે
તો હાથ પકડી લે
તે ભગવાન.
ધીમે ચાલતા
પણ ગબડાવી દે
તે ભગવાન.
સુખ આપીને
હસવા પણ ન દે
તે ભગવાન.
દુ:ખ આપીને
પણ હસતાં રાખે
તે ભગવાન.
જીતની બાજી
ને તો યે હરાવી દે
તે ભગવાન.
નકામાં પત્તાં
ને તો યે જીતાડી દે
તે ભગવાન.
ભર નિંદ્રામાં
રક્ષણહાર બને
તે ભગવાન.
જાગતાં હોવા
છતાં ઉંઘમાં રાખે
તે ભગવાન.
કલમમાંથી
અક્ષર રૂપે સરે
તે ભગવાન.
સ્યાહી વિના
અદીઠું ગીત રચે
તે ભગવાન.