હાસ્ય - રૂદન
હાસ્ય - રૂદન


તે દિવસે આમ્રડાળે,
કૂંજતી કોયલને, મેં પૂછ્યું
'તારો મધુર અવાજ
એ તારૂં હાસ્ય કે રૂદન
કેવી રીતે સમજાય ?'
ને કોયલે જવાબ આપ્યો,
'મને જોઈને એ વિચાર આવે કે,
ભગવાન કેટલો દયાળુ છે,
શ્યામ રંગનો અફસોસ ન થાય,
તે માટે દુનિયાભરની મીઠાશ,
એના કંઠમાં મૂકી દીધી છે,
તો માનજો કે હું હસી રહી છું,
પણ મને જોઈને એ વિચાર આવે કે,
ભગવાન કેટલો ક્રૂર છે,
સાતે સૂરોનું માધુર્ય કંઠમાં આપીને,
કાળા કોયલા જેવો રંગ આપ્યો,
તો માનજો કે હું રડી રહી છું.