કઈ રીતે?
કઈ રીતે?


આંસુઓ સૂકાઈ ગયાં છે,
કોઈ રડાવે તો કઈ રીતે?
હસવું ભૂલાઈ ગયું છે,
કોઈ હસાવે તો કઈ રીતે?
સંબંધો જાતે જ તોડ્યા છે,
કોઈ સાંધે તો કઈ રીતે?
મૌન જાતે જ સ્વીકાર્યું છે,
કોઈ બોલાવે તો કઈ રીતે?
મહોરાંઓ અનેક પહેર્યાં છે,
કોઈ ઓળખે તો કઈ રીતે?
ખુદથી જ રીસાઈ ગયો છું,
કોઈ મનાવે તો કઈ રીતે?
સદા ઘેનમાં જીવ્યો છું,
કોઈ જગાડે તો કઈ રીતે?
હાર જાતે જ સ્વીકારી છે,
કોઈ જીતાડે તો કઈ રીતે?