STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

4  

Prahladbhai Prajapati

Classics

દાદ ફરિયાદનો ઉન્માદ

દાદ ફરિયાદનો ઉન્માદ

1 min
517


છીછરા થઈ મોભનો મોભો નેવે મુકી

બારસાખે જઈ બારીને ફરિયાદ કરી


વગડાને વંટોળિયાની ગરજ ફળી

દિશાઓ ધૂણી હવાએ રુખસદ્ કળી


હુબહુ ચિત્રમો રહેવા આઝાદી મળી

ગજા માપ કામની જગ્યા અનહદ ફળી


અશ્રુઓને લાગણીનો કોરીડોર મળ્યો

દર્દે છુપા ડુંસકોની જ્યાં જમાનત ભરી


આ પગલાં રસ્તો પાર કરી શક્યાં નહી

મનસુબે બે આબરુની અનામત રળી


તરસ પીવા પાણીની તકલીફ ક્યાં છે અહીં

રણમાં ઝાંઝવાને જીવન છે ની કરવત મળી


Rate this content
Log in

Similar gujarati poem from Classics