STORYMIRROR

Arjun Gadhiya

Classics Fantasy

4  

Arjun Gadhiya

Classics Fantasy

રામ સ્તુતિ

રામ સ્તુતિ

1 min
704


હે કૌશલ્યા પુત્ર પ્રભુજી દશરથ નંદન,

હે રઘુકૂલ ભૂષણ રામ તમને વંદન વંદન વંદન…


હાથ ધનુષ-બાણ લલાટે તિલક ચંદન,

હે સીયાવર રામ તમને વંદન વંદન વંદન...


રાજપાટ છોડી હાલ્યા તમે પ્રભુજી જંગલ,

હે એવા વનવાસી રામ તમને વંદન વંદન વંદન...


તમારી સેવા કરે પ્રભુ હનુમંત અંગદ,

હે લંકેશને હરનાર રામ તમને વંદન વંદન વંદન...


જેને સમરીએ ભાગતા સઘળા જીવન સંકટ,

હે પરમ કૃપાળુ રામ તમને વંદન વંદન વંદન...


સદા કરજો કૃપા અમ પર રઘુકૂલ નંદન,

હે ‘અર્જુન’નાં સ્વામી રામ તમને વંદન વંદન વંદન...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics