Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Classics Tragedy

4  

Dharmik Parmar 'Dharmad'

Classics Tragedy

કવિનો અકાઉન્ટ-નંબર

કવિનો અકાઉન્ટ-નંબર

1 min
518


બેંકની લાંબી હરોળમાં -

એક કપડાનો લાંબો થેલો ગળામાં લટકાવી ઉભા રહેલ -

એક ભાઈના થેલામાં !

એક બે કાવ્યસંગ્રહો વચ્ચે દબાયેલી હાલતમાં મળી

એક પાસબુક :


એના ખાતામાં કેટલી રકમ છે એ તમારે જાણવું છે ?

બરાબ્બર બાર લાખ લાગણી,દસ હજાર વેદના,પાંચસો સંવેદના ને એકવીસ પીડાઓ........


એના ખાતાનું જમા પાસું

એટલે કવિસંમેલનમાં મળેલ ચા-પાણીની રકમ અને ચા-પાણીનો ત્યાગ કરીને જમા કરેલ મુડી ,

કોઈ ટ્રસ્ટે પુસ્તક માટે આપેલ રાજીખૂશી.........


ને તેથીય વધુ તો એની જાવક-

એક કાવ્યસંગ્રહ માટે પાઈ પાઈનો ખર્ચો !

પોસ્ટ ને કુરિયર તો રોજના ......

ને દર મહિને થતો મેગેઝીન,સમાચાર પત્રોનું લવાજમ !


તેથી'ય રોમાંચક વાત તો એના ખાતામાં રમતી- લાગણીઓની નોટ !

સંવેદનના ચેક !

દુ:ખોથી ભરેલ ડેબિટ સાઈડ !

હળવી ક્ષણોની ક્રેડિટ સાઈડ !


ને બન્ને ને ટેલી કરવા મથતો એ પોતે !!!!


જાણવો છે એનો અકાઉન્ટ નંબર ????


જુઓ.................


કોઈને કે'તા નહીં હો !....

BOB956''ક××××××વિ××××××તા''


Rate this content
Log in

Similar gujarati poem from Classics