ભીતર ઝળહળી ગઈ
ભીતર ઝળહળી ગઈ
આરાધના મારી અંતરની ફળી ગઈ,
માંગેલી સર્વ ખુશીઓ મને મળી ગઈ.
શોધતી હતી જે ખુશીને હું બહાર,
તે ખુશી મારી ભીતર જ મને જડી ગઈ.
ભળી ગયા અમે એકમેકમાં એવા,
જાણે ફૂલમાં સુંગંધ ભળી ગઈ !
પ્રાર્થનાઓ મારી એવી ફળી ગઈ કે,
મારી જાતને મળવાની ચાવી મળી ગઈ.
હતી જન્મોથી ઈશ્વરને પામવાની ઈચ્છા,
જોને આજે મીરા બની કૃષ્ણમય બની ગઈ.
બહાર ઝગમગાટ તો બહુ હતો,
પણ કરી ઈશ્વરની આરાધના,ભીતર હું ઝળહળી ગઈ.
