STORYMIRROR

Drsatyam Barot

Classics Romance

4  

Drsatyam Barot

Classics Romance

પ્રેમની આ આગમાં

પ્રેમની આ આગમાં

1 min
27.8K


પ્રેમની આ આગમાં પડવા મને લલચાવના. 

બાંધવા સંબંધ કેવા એ મને સમજાવના.


જાત બાળી રાખથી ઊભો થતો રોજે ખુદા.

કોણ કેવું બાળશે એવું મને શિખવાડના.


કામ મસ્તીમાં મને કરવું ગમે છે રાત દિન.

એમ ખોટું વાતનું વળગણ મને વળગાડના.


કારની વસ્તુ ગણી તું ભાવ શાને બોલતી.

લોક વેચી મારશે એવો મને ચમકાવના.


આવ સીધી આવતી હો તો અહી ઊભો સનમ,

એમ ખોટા વાયદા બ્હાના કરી તડપાવના.


ખાસ છેલ્લા શ્વાસ ધબકે ખોળિયાના શ્વાસમાં,

યાદનું લોહી બની રોજે મને ધબકાવના.


મોતને પણ આજ કહ્યું એટલું મે શાનમાં,

જિંદગી નામે અમોને રોજ તું તરસાવના.


કામની વસ્તુ ગણી તું ભાવ શાને બોલતી,

લોક વેચી મારશે એવો મને ચમકાવના. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics