રે એક છોકરો છે સાવ પાગલ
રે એક છોકરો છે સાવ પાગલ
ચાલીસથી નીકળેલાં ચહેરાની જુરીઓમાં બિટવીન ધી લાઈન્સ એ વાંચે,
માથાની લટની આછી સફેદી એને નભની સિલ્વર લાઈન ભાસે.
રે હવે રહી રહીને થઈ ગ્યો છે ઘાયલ.
રે એક છોકરો છે સાવ પાગલ.
છોકરીનું સમજોને, એવું જ છે કાંઈક.
માથાની મહેંદીથી પાછી હથેળીઓ રંગવાને કાંઈક ઝાવાં નાખે,
ચાલીસથી નીકળેલી છોકરીને સથવારે સત્તરનાં સપનાંઓ નાચે.
રે એના ટહુંકામાં ખનકે છે પાયલ.
રે એક છોકરી પણ થઈ ગઈ છે ઘાયલ.
અડધાં ખૂલેલાં આ બારણાની આડાશે દૂર રહી આંખોથી હસતાં,
દરિયાની ભરતિમા ભળવાને મથતાં પણ પાછાં કિનારેથી ખસતાં.
એણે પરપોટે વાવ્યાં છે વાદળ,
જઇ સૂરજને સીંચે છે ઝાકળ.
રે એક છોકરો છે સાવ પાગલ.
રે એક છોકરી છે સાવ પાગલ.
