STORYMIRROR

Sugnesh Parmar

Classics Inspirational

4  

Sugnesh Parmar

Classics Inspirational

અમે તો...

અમે તો...

1 min
26.5K


અમે તો જિંદગીભર જિંદગી એમજ ગુજારી છે,

નથી કંઈ પણ જમા રાખ્યું, ન કોઈ પણ ઉધારી છે.


નજર એણે મિલાવી ને થયું જખ્મી અમારું દિલ,

નજરમાં એની તો જાણે છુપી કોઈ કટારી છે!


લખ્યા છે શેર ગઝલોના અમે જેને વિચારીને,

કરી છે ભૂલ બસ એને અમે ધારી અમારી છે.


અમે માથું ઝુકાવ્યું છે ફકત માતાપિતા આગળ,

અને ઈશ્વરની પૂજા કૈંક આ રીતે સુધારી છે.


અમે તો વાત કરતા આભ ધરતીના મિલન ની પણ,

ઘણી લાગે છે મનભાવક, બધી વાતો ઠગારી છે.


નચાવે છે એ સૌને શ્વાસની દોરી ઉપર રાખી,

તમે માનો કે ના માનો,આ જીવન તો મદારી છે.


કરે સૌ વાહવાહી પણ હકીકત યાર એવી છે,

અમે આંસુને પીડાથી બધી ગઝલો મઠારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics