STORYMIRROR

Sugnesh Parmar

Romance

3  

Sugnesh Parmar

Romance

મારામાં હજી

મારામાં હજી

1 min
25.4K


કોઈ જોને કેટલું છે કેદ મારામાં હજી, 

લાગણીના એ કરે છે છેદ મારામાં હજી. 


જિંદગીનો એજ બસ છે ખેદ મારામાં હજી,

જીવ ગ્યો પણ હું રહી ગ્યો કેદ મારામાં હજી.


મોહ ને માયા બધું ત્યાગીને બેઠો આમતો,

પણ છુપાયો છે અહમનો મેદ મારામાં હજી.


હું મને શોધ્યા કરું છું આયનામાં રોજ ને,

આયનો દરરોજ શોધે ભેદ મારામાં હજી.


એમણે જ્યાં જ્યાં કરેલો સ્પર્શ મુજને પ્રેમથી,

યાદના ત્યાં ત્યાં પડે છે છેદ મારામાં હજી.


મેં લખ્યો છે દર્દનો પ્હેલો હજીતો શેર આ,

છે ગઝલનો એક આખો વેદ મારામાં હજી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance