STORYMIRROR

Sugnesh Parmar

Inspirational Tragedy

3  

Sugnesh Parmar

Inspirational Tragedy

આ પાંખો નવી છે

આ પાંખો નવી છે

1 min
25.8K


આ પાંખો નવી છે, નવી છે ઉડાનો,

નવી છે દિશાઓ, નવા આસમાનો.

તમે હા છો સાચા, અમે પણ ના ખોટા,

નવી છે જવાની, નવો છે જમાનો.

નજરમાં ને દિલમાં છે આવાસ મારો,

નવી કલ્પના છે, નવા છે મકાનો.

છે મારે તો જાવું ક્ષિતીજોથી આગળ,

નવી છે તરંગો, નવા છે સુકાનો.

છું ભૂલી ગયો હું એ દર્દો, એ ઘાવો,

નવી છે મહેફિલ, નવો છે તરાનો.

કલમ હાથ 'તન્હા'ને ચાલી પડી છે,

નવી છે કહાની, નવું કહી જવાનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational