STORYMIRROR

Sugnesh Parmar

Classics Inspirational

4  

Sugnesh Parmar

Classics Inspirational

અલગ

અલગ

1 min
26.3K


તરહી - ગઝલ


ધડ અલગ માથા અલગ,

કર્મના ખાતા અલગ.


જિંદગી તો નાવ છે,

શ્વાસના દરિયા અલગ.


આયનો તો એજ છે,

રોજના ચ્હેરા અલગ.


એક છે ઈશ્વર બધે,

ધર્મ ને પૂજા અલગ.


જે મળ્યું ચલવી લીધું,

હોય છે ઈચ્છા અલગ.


વાત બહુ ચર્ચે ચડી,

પણ હતી ઘટના અલગ.


સૌ લખે તરહી ગઝલ,

પણ લખે 'તન્હા' અલગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics