ભૂલોને ભૂલીએ
ભૂલોને ભૂલીએ
ભૂલોને ભલી જઈને ક્ષમાંના શરણે જઈએ
ભૂલોને યાદ કરીને આગળ ના વધીએ
ક્ષમાનું ઘરેણું પહેરીને વીરતા હાંસિલ કરીએ
ક્ષ્રમાંને હદયમાં રાખી ધર્મનો મર્મ સમજીએ
ભૂલો ને શોધી લઈએ અને તેના ભુલાવી દઈએ
ક્ષમાનું જીવન જીવીએ મોતને પડકાર દઈએ
ક્ષમાનું આસન પાથરીને બદલાની ભાવનાને ભૂલીએ
ક્ષમાને પાસે બેસાડી મનની વાત કહીએ
ભૂલોને માફ કરી ને મહાનતા કેળવીએ
ક્ષમાને સાફ કરીએ સજજનતા સેવીએ
ક્ષમાને સજાવીએ વીર ના શૂરવીર બનીએ
ક્ષમાને દુષ્ટોથી બચાવીને ઉતમ આસન દઈએ
