જીવી લેવું છે
જીવી લેવું છે
જોવું છું ખાલી બસ જાણું છું બધું
માણું છું ખાલી બસ માનુ છું બધું
રાખું છું ખાલી બસ રાખ છે બધું
આપુ છું ખાલી બસ આપણું છે બધું
ચાલુ છે ખાલી બસ સપનું બધું છે
માંગુ છું ખાલી બસ માન છે બધું
હારું છું ખાલી બસ હમદર્દ છે બધું
પામુ છું ખાલી બસ પ્રેમ છે બધું
ઓળખું છું ખાલી બસ ઓળખાણ છે બધું
જીવું છું ખાલી બસ મોત છે બધું
મોહ છે ખાલી બસ મોજ છે બધું
જીવન છે ખાલી બસ જીવી લેવું છે બધું
