STORYMIRROR

Sugnesh Parmar

Others

3  

Sugnesh Parmar

Others

કહું કે મસ્ત છું

કહું કે મસ્ત છું

1 min
25.4K


જિંદગીને શોધવામાં વ્યસ્ત છું,

શું કહું કે કેટલો હું ત્રસ્ત છું !


સૂર્ય મારો પણ કદી થાશે ઉદય,

આ ઘડીએ હું ભલેને અસ્ત છું.


દિલ ભલે દર્દો ભરેલું હોય પણ,

સ્મિત મુખ પર રાખવામાં હસ્ત છું.


જો મને છે જીતવો તો સાંભળો,

લાગણી ને પ્રેમ આગળ પસ્ત છું.


દર્દ આપી એમણે પૂછ્યું મને,

કેમ છો ! ને હું કહું કે મસ્ત છું.


Rate this content
Log in