STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

1 min
325

કેવું પ્રાકૃતિક નયનરમ્ય અને

ભાતીગળ છે મારું આ ગામડું;

અનમોલ સંસ્કૃતિનું રજવાડું છે,

મારું આ ભાતીગળ ગામડું.


અહીં નથી સોશ્યલ મીડિયાનો દેકારો,

અહીં તો મસ્તીનો ફુવારો છે, મારા ગામનો ચોરો;

અહીંંયા નથી કઈ મારું કે તારું,

અહીંંયા છે સુખ દુઃખ સૌનું સહિયારું.


અહીં નથી કોઈથી આગળ નીકળી જવાની હોડ,

અહીં સફળતા માટે છે સૌની સહિયારી દોડ;

અહીંંયા નથી કોઈના મનની મુરાદ મેલી,

અહીં છે સૌના હદયમાં હેતની હેલી.


અહીં નથી કોઈના ઘર પર પહેરા,

તોયે હર આદમીના છે હસતા ચહેરા;

દંભ ઈર્ષ્યા અદેખાઈ પ્રપંચ માટે અહીં નથી કોઈ આવાસ,

અહીં તો સહકાર ભાઈચારો અને મદદનો છે નિવાસ.


અહીં નથી સંગે મરમરની ચમક,

અહીં તો છે ગૃહિણીના હાથની કસબ;

લીપ્યું ઘૂપ્યું આંગણું ને,

ઓસરીએ શોભતું રંગ બિરંગી ચાકળું.


અહીં મહેમાન નવાઝી માટે છે હૈયે જાજો હરખ,

એ છે અહીંના લોકોની પરખ;

અહીં નહિ કોઈ ખોટી ધાંધલ ધમાલ,

પ્રકૃતિની શોભા કરે છે કમાલ.


અહીં નથી મિલો અને વાહનોનો શોરબકોર,

અહીં પંખીઓ પણ નિર્ભય પણે કરે છે કલશોર;

અહીં નથી દંભ કે ચહેરા પર કોઈ મહોરો,

અહીં તો નખ શીખ નિર્ભેળ હર આદમીનો ચમકતો ચહેરો.


કુદરત પણ કરે છે અહીં સુખોની લ્હાણી,

હું જાવ મારા ભાતીગળ ગામડા પર વારી;

મારું આ અનમોલ ગામ,

ભાતીગળ સંસ્કૃતિનું છે ‌મોટુ ધામ.


અમૂલ્ય વારસાના જતન કરવાનું છે આપણુ કામ,

જગમાં રોશન થશે આપની આ સંસ્કૃતિ નું નામ;

અહીં જીવન છે જાનદાર,

મારી આ સંસ્કૃતિ પણ છે શાનદાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics