STORYMIRROR

Parag Pandya

Romance Classics

4  

Parag Pandya

Romance Classics

ધસમસતુ એન્જિન

ધસમસતુ એન્જિન

1 min
331

હમણાં ધસમસતુ એન્જિન આવશે 

ને કહેશે --હાઇ "પરાગ" 

આઇ લવ યુ... હૂં ....હૂં  નહીં ;

કામ પછી -પહેલા આઇ લવ યુ

ઓકે.. મારી.. મા.. આઇ લવ યુ --આઇ લવ યુ..

બસ યાદ આવે છે 

"તાનીઆ" તારી હરકત યાદ આવે છે !


ચલ ઊભો થા...

જલ્દી ઊભો થાને મારે 

જોશભેર આલીંગન કરવુ છે

આલીંગન કરતા હું કરું 

ચસચસતું ચુંબનને તું ચીસ પાડતી --

દાંત...દાંત.. સંભાળ મારા સુંદર  

ગાલ પર પડી જાય છે "દાગ"

"તાનીઆ" તારી હરકત યાદ આવે છે !


ચા આવે છે અને તુ યાદ આવે છે 

બાબા રામદેવ બિસ્કિટ  

કાઢશે મારી જ ચામાં બોળીને 

ખાશે પણ એની ચા નહીં મંગાવે

ને કેટલી વાર તો મારો જ હાથ 

ખેંચી મારું જ બોળેલું બિસ્કીટ ખાઇ જશે

"તાનીઆ" તારી હરકત યાદ આવે છે !


મારી પાણીની બોટલ જોઉં ને 

તું યાદ આવે હમણાં કહેશે પાણી પી....

ના પહેલાં પાણી પી.. ગુડગુડ 

ગડગડાટ.. ખાલી કરશે એની બોટલ

સાંજે ....લાય તારી બોટલ....

હા..હા કરી.. ખાલી,


આજે એ જ બોટલમાંથી પાણી ટપકે છે 

ને મારી આંખમાંથી ...બોટલ તને કરે યાદ !

"તાનીઆ" તારી હરકત યાદ આવે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance