STORYMIRROR

Niky Malay

Classics

4  

Niky Malay

Classics

આપણું સાહિત્ય

આપણું સાહિત્ય

1 min
332

રાષ્ટ્રીય શાયરની કલમે ટપકતું, 

સૌરાષ્ટ્રની રસધારનું સાહિત્ય.


નર્મદના કાવ્યમાં વરસતું,

જય જય ગરવી ગુજરાતનું સાહિત્ય.


અખાના છપ્પામાં ચહકતું,

જ્ઞાન ને અનુભવબિંદુનું સાહિત્ય.


દયારામની ગરબીએ ઘૂમતું,

અદ્વેત કૃષ્ણભક્તિનું સાહિત્ય.


ભોજા ભગતના ચાબખે રચેલું,

માર્મિક કટાક્ષ ને શિખામણનું સાહિત્ય.


પંડિત યુગના પુરોધાએ પ્રગટાવ્યું,

યુગકાવ્ય સરસ્વતીચંદ્રનું સાહિત્ય.


દલપતની ભાષામાં ચમકતું,

પ્રથમ છાપેલ નાટક લક્ષ્મીનું સાહિત્ય. 


ન્હાનાલાલની ડોલનશૈલીમાં લસરતું,

વિશ્વ શાંતિના ઊર્મિકવિનું સાહિત્ય. 

આપણું ગૌરવવંતુ સાહિત્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics