રહેમતોની બરસાત
રહેમતોની બરસાત
તારા સાથની મને આદત થઈ ગઈ,
તારા સાથ થકી જિંદગી જાણે જન્નત થઈ ગઈ !
તારી ચાહત એજ મારી ઇબાદત થઈ ગઈ,
મળ્યો તારો પ્રેમને આ જિંદગી જાણે ઝવેરાત થઈ ગઈ !
જિંદગી હતી ગાઢ અંધકાર ને તારા સંગે ઉજળી પ્રભાત થઈ ગઈ,
તારા મહોબતનું મોતી પામી આ જિંદગી જાણે મોંઘી મિરાત થઈ ગઈ !
છે તારા પ્રેમમાં એવી તાકાત કે ,મારા હૈયે તારી રિયાસત થઈ ગઈ,
મારા તૂટેલ હૈયાની જાણે મરામત થઈ ગઈ !
આંખો આંખોથી જાણે આપણી વાત થઈ ગઈ,
હૈયાની વાતોની જાણે શબ્દોમાં રજૂઆત થઈ ગઈ !
મારા હૈયે જાણે તારા પ્રેમની વસાહત થઈ ગઈ!
જાણે અલ્લાહની બેશુમાર રહેમતોની બરસાત થઈ ગઈ !

