STORYMIRROR

Niky Malay

Classics Fantasy

4  

Niky Malay

Classics Fantasy

મારી વાતો સાંભળો ને !

મારી વાતો સાંભળો ને !

1 min
239

એમાં હતી મજા કેવી !

સવારે જાગીને લીમડાનાં દાતણ ને,

ટીપવાની હતી મજા કેવી !

લુંગડાની થેલી ને પાટી પેન લઈને,

ભણવાની હતી મજા કેવી !


પાવલીના ભૂંગળા આંગળામાં પરોવીને,

ખાવાની હતી મજા કેવી !

બટુક માસ્તરની ચોટી ને,

સોટીનો સણસણાટ હતી મજા કેવી !


નિશાળ છૂટ્યાની,દફતર ફેક્યાની,

ગીલી દંડે રમવાની હતી મજા કેવી !

ભણવામાં જીરો ને કામમાં હીરો,

બહેનનો વીરો હતી મજા કેવી !


ભાઈબંધ મારો પાક્કો દેય ધક્કો,

ગોઠણ ભાંગ્યાની હતી મજા કેવી !

કોઈક ધનિક પાસે ટીવીને,

રેડિયામાં કોમેન્ટ્રી સાંભળવાની હતી મજા કેવી !


ગામની શેરીમાં આઠા આનામાં કલાક ભાડેની,

સાઇકલ ફેરવવાની હતી મજા કેવી !

તું આંબે ચડ ને રખેવાળ મને મારે,

ઈ કેરીના ગોટલાની હતી મજા કેવી !


ખેતરને શેઢે કાલું ગોળ બનાવે ને,

શેરડી ચોરવાની હતી મજા કેવી !

નળિયાના બળદ બનાવીને,

ઘર ઘર રમવાની હતી મજા કેવી !


ખેતરે કોષ હાંકવાની ને,

ગોફળ ફેંકવાંની હતી મજા કેવી !

બાવળના મીઠાં પૈડા ખાવાની ને,

ઝાડવે હીંચકવાંની હતી મજા કેવી !


કોઈના લગનમાં ઢાંબાના લાડવા ને બરફીના બટકા,

ખીસ્સામાં નાખવાની હતી મજા કેવી !

લીપેલી ગારના ઘરને, ચોમાસામાં નીતરતાં નળિયા,

તોય રહેવાની હતી મજા કેવી !


પાકેલા ચીભડાંનું શાક ને,

પથરાંના ઘંટલે દળેલ રોટલાની હતી મજા કેવી !

લેશનમાં “ઢ” ને તોફાનમાં ટોપ,

પપ્પાના મીઠાં ઠપકા ખાવાની હતી મજા કેવી !


કદી કાંટો ન વાગે એવા ટાયરના ચપલા ને,

રફુ કરેલ કપડાં પહેરવાની હતી મજા કેવી !

લખતાં ન ખૂટે શબ્દોની યાદો ને, વાતોના વાવેતર,

કેમ કરી સમજાવું ડીઝીટલયુગને હતી મજા કેવી !


Rate this content
Log in

Similar gujarati poem from Classics