મહાગૌરીનો આઠમનો ગરબો
મહાગૌરીનો આઠમનો ગરબો
હે... જી.
"નવદુર્ગા રમશે ચાચર ચોકમાં, અને રમશે ભેળાં આ નર ને નાર,
માડી આશિષ દેજો અમુલખ તમે, વિપત પડે કરજો સદાય વ્હાર."
હે આજ જામે ગરબા ચૌદ ભુવનમાં રે,
હે માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે..ધ્રુવપંક્તિ
હે શોણે સજી શણગાર,
તારી ઝાંઝરનો રૂડો ઝળકાર.
હે અંતરમાં દિવડા ઝગમગે રે.
માડી રમજો તમે માઝમ રાત....
હે.. માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે,
હે આજ જામે છે ગરબા ચૌદ ભુવનમાં રે,
હે માડી..! જોને સુરજ ફરતે,
નવ ગ્રહ ગરબે ઘુમે છે.
પુરી આકાશગંગા જુવો કેવી રમે રે,
એ તો અનંત ફરતે સહુ ગરમે ઘુમે રે,
હે... મા તારો ગરબો ચૌદ ભુવનમાં ખેલાય,
હે માડી તારો ડંકો વાગે છે ચૌદ ભુવનમાં રે.
હે માડી ગોખલે દિવડા ઝળહળે રે,
ભક્તીમાં સહિયરુ ગરબે રમે રે,
હે મા ની ક્રુપા પર વરસી રહી રે,
મહાકાળી ચાચરમાં ઘુમી રહ્યા રે.
હે મા તારી શોભા ઘણી આ ચાચરની માંય,
હે માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે..ધ્રુવ.
હે માડી દયા કરજો હિગળાજ માડી રે,
આજ ચોસઠ જોગણી એક સંગે રમે રે.,
જામી નોરતાની રઢીયાળી રાત માડી રે,
પ્રગટે હૈયામાં ભક્તી કેરી સરવાણી રે.
હે.. "રાજ" વિનવે તને, મા ભગવતી આજ.
હે આજ જામે ગરબા ચૌદ ભુવનમાં રે.
હે માડી તારો ડંકો વાગે ચૌદ ભુવનમાં રે..ધ્રુવ.
હે આ આઠમ અંધારી, પગટી આ ભદ્રકાળી,
સોહે કેવી ચાચરમાં જોને મા ભદ્રકાળી,
સરખી સહેલીઓ સંગે આજ ગરબે ઘૂમતી,
ચૌદ ભુવને બિરાજતી આ દેવી મા ભદ્રકાળી.
