STORYMIRROR

Kiran piyush shah "kajal"

Classics

4  

Kiran piyush shah "kajal"

Classics

અલગ છે

અલગ છે

1 min
349

કારણ શોધી કાઢો ચાલો કેવી રીતે વાત અલગ છે,

જાણીતી વાર્તાની થોડી વાતોને રજૂઆત અલગ છે,


કાળી બોલો કે શ્યામા ત્યાં ઓળખ, ઓકાત અલગ છે,

ઈશ્વર સાથે નાતો જોડી ભૂલી એ નાત અલગ છે,


ઊભી કિનારે છબછબ કરવાથી શું તળ માપી શકશો ?

આંખોમાં દરિયો સંતાડી ને ચૂકાવી ઘાત અલગ છે, 


ચાહત ઓઢી સામે આવી નફરત મનમાં રાખી ત્યારે,

તોફાનોને ભીતર દાબી આપી સૌને માત અલગ છે,


વાંધા વચકાં, રોડાં નાખી આગળ રસ્તો રોકી રાખ્યો,

વાતેવાતે કાયમ પાછો કરતાં ચંચુપાત અલગ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics