નવમા નોરતે નવદુર્ગા સાથે રમે
નવમા નોરતે નવદુર્ગા સાથે રમે
હે.... નવદુર્ગા માં કલ્યાણી, તમે ગરબે રમવા આવજો,
હે.... ભય દુખને હરનારી માં તમે ગરબે રમવા આવજો.. ધ્રુવ
આવજો માડી ચોકે, અમે રૂડાં ગરબા ગાશું જો,
હે હેત ધરીને તમને માડી, ફુલડાથી વધાવશું. -2
નીરખી માં નયનોથી તમને, આજ અમે પાવન થાશું રે,
હે.... નવદુર્ગા મા કલ્યાણી, તમે ગરબે રમવા આવજો.
હે.... ભય દુખને હરનારી માં તમે ગરબે રમવા આવજો.. ધ્રુવ
હે.. ચાચર ચોકે રમશું મા, તમે રમજો માઝમ રાત જો,
અબીલ ગુલાલે તમને વધાવશું, ભાવથી ગરબા ગાશું જો. --2
દુખડા હરજો કાલરાત્રિ, સોહે સાતમ કેરી આ રાત રે,
ભય દુખને હરનારી માં તમે ગરબે રમવા આવજો.. ધ્રુવ
સ્વરૂપ સોહામણું માડી તમારુ, હરખે આ હૈયું માત જો,
હે... આકાશે જૂવો ટોળે વળ્યાં, દેવી દેવતા જુવે આ રાસ જો.. -2
ચૌદ ભુવનની દેવી રમે છે, જૂવો આજ ચાચરમાં રાસ જો,
ભય દુખને હરનારી માં તમે ગરબે રમવા આવજો.. ધ્રુવ
રાજ ' કરે માં વિનંતી હદયથી, રૂડાં દર્શન દેજો માવડી,
હે દુઃખ હર્તા, સુખકર્તા માં તમે, વિપતમાં દેજો સદા સાથ જો.--2
ભેળી રહે જો માત ભવાની, માં બીજી ન હોય આશ જો.
ભય દુખને હરનારી માં તમે ગરબે રમવા આવજો.. ધ્રુવ
હે.... નવદુર્ગા માં કલ્યાણી, તમે ગરબે રમવા આવજો
