STORYMIRROR

Kiran piyush shah "kajal"

Classics

4  

Kiran piyush shah "kajal"

Classics

જગમાતા

જગમાતા

1 min
228

મા ઓ માવડી દરશન આપોને જગમાતા

આવી ઊભી દરવાજો ખોલોને જગમાતા,


હૃદયમંદિરે બિરાજો મા વિનંતી એટલી કરું

શ્રદ્ધાનો દીવડો પ્રગટાવી મા આરતી ઉતારું

તમારા ચરણોમાં શરણ દેજોને જગમાતા

મા ઓ માવડી દરશન આપોને જગમાતા,


સોના, રૂપા કે હીરા, મોતી કંઈ નથી મારી પાસે

શણગાર તમારો હૃદયના ભાવથી કરીશ માતે

ફૂલોથી સજાવું ભાવ સમજોને જગમાતા

મા ઓ માવડી દરશન આપોને જગમાતા,


ઊંચા ઊંચા પર્વતે બેઠી છે સૌ બેનડીઓ

રમવા ચોકમાં હવે આવોને સૌ માવડીઓ,

હાથમાં હાથ ભક્તોનો લેજોને જગમાતા

મા ઓ માવડી દરશન આપોને જગમાતા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics