STORYMIRROR

Deepak Trivedi

Classics

3  

Deepak Trivedi

Classics

વૈશાખી વાયરો વા ' તા પહેલાં

વૈશાખી વાયરો વા ' તા પહેલાં

1 min
28.5K





અંધારું રહેશે અબોલ ...એય ... સાજણિયા,

અંધારું રહેશે અબોલ

આંખો અધમીચેલી ખોલ ... એય ... સાજણિયા,

આંખો અધમીચેલી ખોલ

નીંદરમાં લીલીછમ્મ લહેરખી હશે, એનું નામકરણ કરશું પતંગ

ચપટી વગાડતાં'ક પોપચા ખુલે એવી ઘટનાથી કરફયુનો ભંગ

પડઘાને અમથો ના ઠોલ ... એય ... સાજણિયા,

પડઘાને અમથો ના ઠોલ


અંબોડે ખીલેલી વેણીના સમ કોઈ સપનાની વાત નથી મારી,

શરણાયું વાગે કે પડઘમ હવે ટેરવામાં ખુલી છે બારી,

ધણધણતો વૈશાખી ઢોલ ... એય ...સાજણિયા,

ધણધણતો વૈશાખી ઢોલ !

અંધારું રહેશે અબોલ ...એય ... સાજણિયા,

અંધારું રહેશે અબોલ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics