STORYMIRROR

Chaitanya Joshi

Classics Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Classics Fantasy Inspirational

યત્ન કરી તો જુઓ.

યત્ન કરી તો જુઓ.

1 min
27.8K


સરળ છે શિવને ભજવાનું જરા યત્ન કરી તો જુઓ,

પછી મનભાવન મળવાનું જરા યત્ન કરી તો જુઓ,


નથી વિધિવિધાનને જોનારાં એ પ્રેમને પરખી જાણે,

સ્વીકારી શરણ એનુંને નૈનમાં અશ્રુઓ ભરી તો જુઓ,


દેવ દયાળુ જલધારાને નિર્મળ પ્રેમ થકી જે રીઝનારાં,

મૂકીને અહમ એકબાજુ તમારું સર્વસ્વ ધરી તો જુઓ,


પયથી મધુર સ્વભાવ જેનો ભક્તવત્સલતા ભારોભાર,

શીતળતાં ચંદનથી અધિક એમાં કદીક ઠરી તો જુઓ,


નથી દાતાર જગમાં એની સમાન ન કોઈ સંભવે કદી,

દિલાવર દેવનાં ચરણે ધરી ભક્તિ શીશ મૂકી તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics