STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama Fantasy

3  

Chaitanya Joshi

Classics Drama Fantasy

શબ્દ સંગાથે

શબ્દ સંગાથે

1 min
27.2K


પ્રતિપળ શબ્દોનો સંસાર મારે,

પ્રતિપળ અર્થોનો વિસ્તાર મારે,


ઉરનાં ઊંડાણેથી નિકળનારાં,

શબ્દ સંગાથે હો તહેવાર મારે,


લઘુલિપિમાં શિરમૌર થતાં જે,

શબ્દનાં સહારે વ્યવહાર મારે,


ક્યાંક તૂટે તો ક્યાંક સંધાતાં,

શબ્દોથી રીઝે અવતાર મારે,


શ્રેષ્ઠ સાધન અભિવ્યક્તિનું,

દિલદર્દનો એ ઉપચાર મારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics