STORYMIRROR

KAVI SHREE MARUTI

Others Children

3  

KAVI SHREE MARUTI

Others Children

યાદ દિપાવલીની

યાદ દિપાવલીની

1 min
160

કિંમત હતી જ્યારે પાવલીની,

મજા હતી ત્યારે દિપાવલીની !


આસોવદ બારસથી આવતી,

દીવડા, રંગીન બલ્બ લાવતી,

નવા વર્ષ સુધી રંગાવલીની, કિંમત,


ચાંદલીયા, લવિંગીયા, લાલ ટેટા,

પોટાશના અવાજથી તો છેટા,

હતી સૌ મુખમાં ગુંજાવલીની, કિંમત,


ધન-તેરસની તો ધન પૂજા,

ચાંદીની સાથે જ પૂજાતી ગુંજા !

ધૂન મા-લક્ષ્મીની નામાવલીની, કિંમત,


નૂતન વર્ષે બધુ જ નૂતન,

વડીલો પાસે જતાં સૌ વતન,

છે યાદોં " મારૂતિ "ગુમાવેલીની, કિંમત.


Rate this content
Log in