રંગ તહેવારનો
રંગ તહેવારનો
હોળી તાપી પછી ધૂળેટી આવી છે,
જોને રંગો ભાત ભાતના લાવી છે.
લાલ રંગ મને પ્રેમનો સંદેશ આપે,
પીળો રંગ મસ્તિષ્કમાં જ્ઞાન છાપે,
મળી ભેગા કેશરીયો ફરકાવી.
ભાવ ભક્તિનો વાદળી રંગમાં છે,
કર્મ-ધર્મ કાયમ મારા અંગમાં છે ,
લીલો રંગ વિકાસના સંગમાં છે.
મને માયા ઓલા ગુલાબી રંગે લાગી,
પછી પર્પલ રંગે સુખ સાહ્યબી જાગી,
સફેદ રંગે શાંતિ ઘરમાં આવી.
બદામી રંગની પ્રકૃતિ ચારે બાજુ,
કાળા રંગમાં નથી કોઈ અજાણ્યું,
રંગે અંગે હું હસતી બોલતી આવી.

