ખોજ છે
ખોજ છે
કાન કાળાની સૌનૈ ખોજ છે,
આજ ગોકુુળમાં સૌને મોજ છે,
શ્રાવણ વદ આઠમની રાત છે,
આભમાં વાદળની શું ભાત છે !
લાલાને વધાવવા જુઓ ફોજ છે,
કાન કાળાની સૌને ખોજ છે,
કોઈ પારણું સજાવે કોઈ વાઘા,
કોઈ નજીક ઊભા છેે કોઈ આઘા !
આવો લ્હાવો કંઈ રોજ બ રોજ છે ?
કાન કાળાની સૌને ખોજ છે,
નંંદ-યશોદા બની કોઈ આવ્યાં છે,
સાથે માખણ-મિષ્ટાન્ન લાવ્યાં છે !
નંંદનો લાડલો કંંઈ બોજ છે ?
કાન કાળાની સૌને ખોજ છે.
