STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama Fantasy

3  

Chaitanya Joshi

Classics Drama Fantasy

મંથન કરતાં

મંથન કરતાં

1 min
26.3K


મળે છે અમી સમુદ્ર મંથન કરતાં,

મળે છે ઘૃત દધિતણું મંથન કરતાં,


વણઉકેલાયેલનો રસ્તો મળી જાય,

શાંતચિત્તે બેસીને મનોમંથન કરતાં,


નિષ્ફળતાને નસીબ પર ના ઢોળો,

મળે છે ભૂલ આપણી મંથન કરતાં,


મંથન પરમ ભેટ ઇશની માનવને,

સત્ય પ્રગટ થઈ જાય મંથન કરતાં,


દિશાશૂન્યતામાં થઇ કિંકર્તવ્યમૂઢ,

સામાધાન સાંપડે કોઈ મંથન કરતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics