STORYMIRROR

Tejas Dave

Classics Drama Inspirational

3  

Tejas Dave

Classics Drama Inspirational

એણે કંઠી બાંધી

એણે કંઠી બાંધી

1 min
28.7K


સત્ય, પ્રેમ, કરુણાની ચાલી ચારે બાજુ આંધી,

સહુની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી,

સત્ય, પ્રેમ...........


અંગ્રેજોનાં ડરથી સપનાં બીજી બાજુ ભાગે,

સૂની શેરી જેવી આંખોમાં અંધારા જાગે,


એવી પળમાં આવ્યાં મોહનદાસ કરમચંદ ગાંધી,

સહુની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી,

સત્ય, પ્રેમ ......


હિન્દુ, મુસ્લિમ કોઇ હતું તો કોઈ ઈસાઈ જ્યારે,

સતત ઉદાસી પહેરો ભરતી હતી દેશમાં ત્યારે,


અલગ અલગ સૌ મણકાઓને એક જ દોરે સાંધી,

સહુની ભીતર નિર્ભયતાની એણે કંઠી બાંધી,

સત્ય, પ્રેમ .......


Rate this content
Log in

Similar gujarati poem from Classics