તમે માનશો નહીં
તમે માનશો નહીં
1 min
14.4K
તમે માનશો નહીં પરંતુ,
એમાં બધું સમાશે,
તમે લખી લો દરિયો
આખે આખો ડૂબી જાશે.
તમે માનશો...
કાંઠા જેવું કંઈ ના રહશે,
બધું તણાઈ જાશે,
જળમાં જળ ડૂબે એ,
ઘટના પહેલી વાર જ થાશે.
તમે માનશો...
મોજાઓના ફીણ વચાળે,
આજે એ જ દટાશે,
તમે લખી લો દરિયો,
આખે આખો ડૂબી જાશે.
તમે માનશો...
