STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama Fantasy

3  

Chaitanya Joshi

Classics Drama Fantasy

સીતાહરણ

સીતાહરણ

1 min
26.6K


પિતાવચને રાજ તજીને પંચવટી વસનાર જોને,

વલ્કલધારી રામલખનને સાથે સીતાનાર જોને,


એકદિન મૃગકંચન દીઠો સીતા હરખનાર જોને,

લાવો મૃગને રઘુકુલતિલક હોય મને ગમનાર જોને,


રામ વિચારે ચડ્યા મનમાં સુવર્ણ મૃગ ભરમાર જોને,

માયામૃગને પામવા જતાં કદી ન જીવનસાર જોને,


જીદ છોડોને જનકનંદિની રાઘવ મુખે ઉચ્ચાર જોને,

ભાવિ અવળું લેખ વિધાતા કર્મફળ ન ટળનાર જોને,


કરગ્રહી ધનુષબાણ પ્રભુજી મૃગ પાછળ જનાર જોને,

હાથ ન લાગે કદીએ એવી મૃગગતિને પામનાર જોને,


કરી સરસંધાન તીરને છોડ્યાં "લખન" મુખે વદનાર જોને,

સીતાવચને લખન જાતા પર્ણકુટિ વલખે પારાવાર જોને,


જતિના વેશે આવે દશાનન સીતાહરણ થનાર જોને,

હઠ હરિને પડી છે ભારી પરત ફરતાં ન સીતાનાર જોને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics