Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અલ્કેશ અનુરાગ

Classics Drama Inspirational

3  

અલ્કેશ અનુરાગ

Classics Drama Inspirational

મારાં દેશ ની નારી

મારાં દેશ ની નારી

1 min
12.9K


મારાં દેશની નારીઓને દિલથી નમન છે,

અર્પણ એ સર્વને અનુરાગનું આ કવન છે,


સીતા બનીને આવી એ અવધને અજવાળવાં,

બનીને ઉર્મિલા એ મૌન સાધના શણગારવાં,

માતાનાં રૂપમાં પ્રભુ સરીખું વદન છે,

અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે,


મીરાં બનીને એ સદા માધવને પોકારતી,

રાધા રૂપે ઋષિકેશથી પ્રીતએ દેખાડતી,

એનાં થકી સોહામણું આ સૃષ્ટિનું સદન છે,

અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે,


જીજાબાઈ બનીને શિવાને ધર્મએ શીખવાડતી,

ઉમા સ્વરૂપે શિવજીની સાથે સ્મશાને બિરાજતી,

વિશાળતામાં સાગરને શરમાવતું એનું મન છે,

અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે,


અર્ધાંગિની કસ્તુરબા થઈ ગાંધીનાં પગલે ચાલતી,

વિરાંગના લક્ષ્મીબાઈ બની શત્રુ સમરમાં ખાળતી.

અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે,


મારાં દેશની નારીઓને દિલથી નમન છે,

અર્પણ એ સર્વને અનુરાગનું આ કવન છે.





Rate this content
Log in

More gujarati poem from અલ્કેશ અનુરાગ

Similar gujarati poem from Classics