STORYMIRROR

Deepak Trivedi

Classics

3  

Deepak Trivedi

Classics

મોળાવ્રત

મોળાવ્રત

1 min
27.2K




ગોરમાનો વર કેસરિયો રે રંગે રમવા જાય ...

આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય ...


માંડ જવેરા વાવ્યા એના વાંભ - વાંભના કોંટા ...

પછી સરોવરના કાંઠા પર વરસ્યા ગુલાબગોટા ...


ગોરમાનો વર વાંકડિયો રે ઝોલાં એવાં ખાય ...

આગળપાછળ પુતળિયું રે હાલક ડોલક થાય .....


પહેરેલા ઘરચોળે સૈયર ચાંદલિયાની ભાત!

હું ખેડૂની છોરી રે ના સમજી એક્કે વાત!


ગોરમાનો વર નાવલિયો રે ચણોઠડીની ઝાંય ...

આગળપાછળ પુતળિયું રે હાલકડોલક થાય ....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics