તરસ.
તરસ.
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ક્વચિત આશાનાં તાંતણે બંધાઈને આવે છે તરસ,
અશક્યનાં પણ સોણલાંઓને એ સજાવે છે તરસ,
પથ કર્મયોગનો સહેજે આચરણમાં આવી જાયને,
સાકાર કરવાં સ્વપ્ન પોતાનું સૌને લલચાવે છે તરસ,
અહમને સ્વમાનને કદીક ગીરવે એ છે મૂકનારી વળી,
ઇપ્સિત પામવાં કાજે ચમરબંધીને નમાવે છે તરસ,
કોઈકાળે દશા દેખી દુઃખી કોઈની સન્મુખ નઠારીને,
માનવતાને દયાભાવને ઉરનાં ખૂણેથી લાવે છે તરસ,
અતિના સંગમાં આવી લાલચમાં એ પલટાતી શનૈ:,
મૃગતૃષ્ણા પ્રગટાવી માનવનું લક્ષ્ય ચૂકાવે છે તરસ.