આવી ગયો રવિવાર
આવી ગયો રવિવાર
વારમાં વાર આવી ગયો રવિવાર,
સાવ સવારમાં ધમાચકડી થઈ ગઈ સૌની,
મજા પડી ગઈ એવી ધમાલમાં આવી ગયો રવિવાર.
પહેલી ફરમાઈશ થઈ જાતજાતના નાસ્તાની,
આપણે તો ભઈ બની ગયાં રસોડાની રાણી.
ચાલો સૌ, સુસ્તી ને મારો ગોલી, જલ્દી કરો નક્કી,
જવું ક્યાં છે ? નહીં તો નકામો જશે આ સમય, જુઓ,
આવી ગયો રવિવાર.
સૌ આવી ગયાં તાનમાં,
થઈ ગયાં મસ્તાન,
ફટાફટ થઈ ગયાં તૈયાર જવા પિકનીક, આવી ગયો રવિવાર.
જગ ભરાયા, નાસ્તા લેવાયા, લેવાયાં રમતનાં સાધનો,
ચાલો ભઈ ચાલો, અમે સૌ તૈયાર.
આવી ગયો રવિવાર.
ધમાચકડી કરતાં, અંતકડી રમતાં, ગીતો ગાતાં આવી ગયાં, આજવા નીમેટા.
બેઠાં અમે બધી રાઈડમાં,
મજામાં માણી, ચીચયારીઓ પાડી.
ગયાં અમે આજવા સરોવર જોવા.
વિશાળ સરોવર આંખોમાં ભરી જોયું,
મન પણ લહેરો સાથે જોડાતું ગયું ને કુદરતને માણતું ગયું.
પેટને પણ આપ્યું તેનું ખાવાનું ને થઈ ગયાં ફરી તરો તાજા મજા માણવાને.
ખૂબ રમ્યાં, ખૂબ કરી મસ્તી, છતાં ન થયો સંતોષ,
થાકીને ઘડીક બેઠાં, તો સૂરજદાદાએ કરી તૈયારી જવાની,
ઉતરી આવ્યાં અંધારા ને લેસર લાઈટનો શો જોયો.
ફરી આનંદની કરી ચીચયારીઓ.
ઘણું બધું મનમાં ને મનમાં ભર્યું,ને જુઓ પસાર થઈ ગયો રવિવાર.
"સખી" વાર તો છે સાત અઠવાડિયામાં તેમાં એક છે રવિવાર,
ઈચ્છું છું હર વાર બને રોજ રોજ રવિવાર.
