મસ્તીનો રવિવાર
મસ્તીનો રવિવાર
મસ્ત મજાનો દિ' સપ્તાહના અંતે,
ગમતો જનોને મોજ કરાવતો સૌને,
રાહ જોતા બાળ ચાતક જેવી,
આવે દહાડો ! મજા કરી લેવી,
ન કોઈ શાળા, ન કોઈ સમસ્યા ?
અમે તો રમવા આખો દિ' તરસ્યા,
મળે તન અને મનને પૂરો આરામ,
આ સમયે ઊંઘવું અમારે હરામ,
કરી લેતા સૌ કોઈ તેનું આયોજન,
જાય ઘરે કોઈના ફરવાનું પ્રયોજન,
હોય દરેક માટે મસ્તીનો રવિવાર,
કરતા પુરા સૌ પોતાના વ્યવહાર.
