Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Children

4  

Manishaben Jadav

Fantasy Children

મોસમનો મિજાજ

મોસમનો મિજાજ

1 min
327

સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ,

ધરાએ બનાવી છે કંઈક અલગ આકૃતિ,

મોસમનો મિજાજ પણ બદલાયો, વરસ્યો જરા મેહુલો !

લીલી ચાદર ઓઢી નાચી ધરતી,

મેઘધનુષી ગગન શોભે જુએ ધરતી,

મોસમનો મિજાજ પણ બદલાયો, વરસ્યો જરા મેહુલો !

મોરના ટહુકા ગુંજ્યા વનવનમાં,

ખેડુતના હૈયા હરખાયા મનમાં,

મોસમનો મિજાજ પણ બદલાયો, વરસ્યો જરા મેહુલો !

પક્ષીઓએ કર્યા મીઠા મીઠા કલશોર,

સુંદર ગીત ગાતાં બન્યા કંઠ મધુર,

મોસમનો મિજાજ પણ બદલાયો, વરસ્યો જરા મેહુલો !

આકાશી વાદળી બની કાળી કાળી,

થઈ હરખે આજ હેલી ધરાને મળી,

મોસમનો મિજાજ પણ બદલાયો, વરસ્યો જરા મેહુલો !

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy