STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

રહસ્ય અનેક

રહસ્ય અનેક

1 min
12

પક્ષીને પાંખો ને મનુષ્યને દીધા ગુણ

માતાપિતાના સંતાન પર અનેક ઋણ

ઈશ્વર તારી દુનિયામાં રહસ્ય અનેક,


તરૂને દીધા મીઠા મીઠા ફળ અનેક

તરુ ખાઈ ન શકે તેના મીઠા ફળ

ઈશ્વર તારી દુનિયામાં રહસ્ય અનેક,


નાની નદીના જળ પીવા આવે અનેક સજીવ 

દરિયામાં સમાતા જળ ન પીવે એકે સજીવ

ઈશ્વર તારી દુનિયામાં રહસ્ય અનેક,


નાનકડું પતંગિયું આભની ટોચે પહોંચે

ઊડાઊડ કરતું એ ફૂલમાં બીડાઈ મરે

ઈશ્વર તારી દુનિયામાં રહસ્ય અનેક,


પૂનમે સોળે કળાએ ખીલી ઊઠે ચાંદની

અમાસની રાતે ઘોર અંધકારની રાતડી

ઈશ્વર તારી દુનિયામાં રહસ્ય અનેક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy