STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

જાનવર

જાનવર

1 min
367

પક્ષીઓનો ટહુકો લાગે મીઠો મીઠો,

પ્રાણીઓ તમારો ઉપકાર મેં દીઠો,

જાનવર સાથે કરીએ સૌ દોસ્તી !


દૂધ દહીં ને માખણ છાશ.

ભોજનને બનાવે એ ખાસ.

જાનવર સાથે કરીએ સૌ દોસ્તી !


શિયાળાની ઠંડી ભગાવે ઝટ,

ગરમ કપડાંની એવી રમઝટ,

જાનવર સાથે કરીએ સૌ દોસ્તી !


ખેડુત મિત્ર બનીને મદદ કરે તું,

હળ ચલાવે ખેતર ખેડે તું,

જાનવર સાથે કરીએ સૌ દોસ્તી !


મારા ઘરની ચોકી કરે તું,

ચોર લૂંટારા દૂર ભગાવે તું,

જાનવર સાથે કરીએ સૌ દોસ્તી !


મીઠા મીઠા દૂધડા તારા,

ભોજનમાં ઉપયોગ તારા,

જાનવર સાથે કરીએ સૌ દોસ્તી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational