STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

બાળકની સરખામણી ના કરો

બાળકની સરખામણી ના કરો

1 min
282

તમારા બાળક સાથે બીજા બાળકની સરખામણી કરવાનું છોડો,

ઈશ્વરે સૌના સર્જ્યા છે અનોખા.

કોઈ ગુલાબ, તો કોઈ મોગરો છે,

કોઈ ચંપો તો કોઈ ચમેલી છે,

દરેકની અલગ ખુશ્બુ અલગ અદા છે.


દરેકની અંદર કઈક અલગ ખૂબી છે,

કોઈક મેથ્સનો જાણકાર,

તો કોઈ ઇતિહાસનો જાણકાર,

તો કોઈ ભાષાનો જાણકાર છે,

સૌની અલગ રુચિ અલગ આવડત છે.


એક બાળકની સરખામણી બીજા બાળક સાથે ના કરો,

જેમ ગાડીના મોડેલ અલગ,

એમ દરેકની સ્પીડ અને દેખાવ અલગ,

દરેક બાળકનો અલગ અંદાજ,

અલગ છે અદા.


જેમ જુદાં જુદા ફૂલોનો અલગ આકાર,

અલગ છે ખુશ્બુ દરેકની,

પણ તોયે સાથે મળી વધારે છે બાગની શાન,

દરેક બાળકને આપો તમે માન,

દરેકની છે એક અલગ પહેચાન.


દરેક પંખીઓની જાત છે અલગ,

દરેકના રંગ છે અલગ,

દરેકની બોલી છે અલગ,

તોયે રોજ સૌની સવાર બનાવે સંગીતમય.


મેઘધનુષ્યના રંગો છે અલગ,

દરેકની પોતાની છે અલગ વિશેષતા,

દરેકની અનેરી છે આભા,

તોયે સાથે મળી સોહામણું બનાવે આકાશ,

બાળકની સરખામણી છોડો,

વિકસવાનો આપો પૂરો અવકાશ.


ચાંદ સૂરજ સિતારા સૌની આવડત છે અલગ,

ચાંદ છે શીતળ, સૂરજની પ્રકૃતિ છે ગરમ,

તોયે આકાશની બનાવે અદભુત રોનક,

વિશેષતા નો સમજાવે આપણાં ને મરમ.


બાળકની સરખામણી છોડો,

મિત્રતાનો રિશ્તો એની સાથે જોડો,

એનામાં રહેલા ભયનાં કોચલાને તોડો,

એનામાં રહેલી આવડત ને પકડો,

પછી જોજો તમે એના વિકાસનો આંકડો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational