STORYMIRROR

Bharat Parmar

Inspirational Children

4  

Bharat Parmar

Inspirational Children

બાજરીનો રોટલો

બાજરીનો રોટલો

1 min
352

કેલ્શિયમ, મેગ્નેશિયમ ને વિટામીનનો પોટલો

ભરપૂર પ્રમાણથી ભરેલો બાજરીનો રોટલો,


ઘી ને ગોળ સાથે ખવાતો બાજરીનો રોટલો

સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાય બાજરીનો રોટલો,


ચટણી, મરચા કે અથાણે બાજરીનો રોટલો

શક્તિ ને સ્ફૂર્તિ આપતો એ બાજરીનો રોટલો,


શિયાળે સ્વેટરની જેમ ગમતો બાજરીનો રોટલો

દૂધ ને છાશ સાથે લાગે મીઠો બાજરીનો રોટલો,


ભલે હોય ઠંડો કે ગરમ, સાચું ખાણું છે રોટલો 

આપે અમીનો ઓડકાર એ બાજરીનો રોટલો,


ભલે તમને ભાવતો હોય પેલો પીઝાનો રોટલો

કોઈની પણ તોલે ન આવતો બાજરીનો રોટલો,


પકવે છે શ્રમથી જગતાત બાજરીનો પોટલો

આહારમાં ખાઓ 'વાલમ' બાજરીનો રોટલો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational