STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

ચાંદલિયો રંગીન

ચાંદલિયો રંગીન

1 min
316

કાળા કાળા વાદળાને અંધારી રાતમાં

ટમટમ કરતાં તારલાની સાથમાં

ચાંદલિયો રંગીન ઊગ્યો, ચાલો જોવાને જઈએ...!

ઝગમગ રોશનીને આકાશ ઝળહળે

ચાંદાને મળવા ધરા દોડે ઉતાવળે

ચાંદલિયો રંગીન ઊગ્યો, ચાલો જોવાને જઈએ...!

ચાંદનીનો સાથ છે, શીતળતા અપાર છે

ચાંદનીને માણવા મનખો હજાર છે

ચાંદલિયો રંગીન ઊગ્યો, ચાલો જોવાને જઈએ...!

ચાચરના ચોકમાં માડી ગરબે રમે

ચાંદલિયો જોવાને આભે નીકળે

ચાંદલિયો રંગીન ઊગ્યો, ચાલો જોવાને જઈએ...!

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy