STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

4  

Manishaben Jadav

Fantasy Inspirational Children

હેતથી રે બાંધી

હેતથી રે બાંધી

1 min
329

હેતથી રે બાંધી વીરા તને રાખડી

રાખડી બાંધી છે મહામૂલી

હેતથી રે બાંધી,


હીરના દોરે મેં તો ગૂંથેલી

ટાંક્યા છે સોના રુપા ઘૂઘરી રે

હેતથી રે બાંધી,


તિલક કર્યું છે મેં તો તારા ભાલે

રક્ષા કેરી દીધા મોટા આશિષ રે

હેતથી રે બાંધી,


શ્રાવણી પૂનમ આવી છે ઢુકડી

યાદ રે વીરા તારી મને સાંપડી

હેતથી રે બાંધી,


ભાઈ રે બહેનની જોડી અમૂલી

વ્હાલના તાંતણે રે એ બંધાણી

હેતથી રે બાંધી,


રક્ષા બાંધી છે મેં તો હોંશથી

આવજે વીરા બહેનીના આંગણે રે

હેતથી રે બાંધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy