બાળપણની દોસ્તી
બાળપણની દોસ્તી
નથી જ્યાં કોઈ સ્વાર્થની દુનિયા,
હેતથી ભરેલા હોય સૌના હૈયા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
ગિલ્લી દંડો ને સંતાકુકડી રમતા,
આંબા ડાળે કોયલ બની ટહુકતા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
નાસ્તાની ઉજાણી સૌ કરતા,
પાદરને ઘર બનાવી રહેતા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
મમ્મી પપ્પાથી છુપાઈને રમતા,
સંતાકુકડીની રમતમાં હસતા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
ગૃહકાર્ય કાજે ભેગા મારે ખાતા,
પતંગિયાની પાછળ આપણે દોડતા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
ગરમ રેતીમાં ખુલ્લા પગે દોડતા,
નદીએ નહાવા ટોળામાં ફરતા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
વડલા ડાળે હિંચકા રવિવારની રજા,
જીવનની સાચી હતી એ જ મજા,
એ બાળપણની દોસ્તી આપણી પ્યારી !
