STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

રાખડી રે બાંધી

રાખડી રે બાંધી

1 min
290

રાખડીના તાંતણે રે બાંધી તને રક્ષા,

દીધા છે કંઈ અમરત્વના આશિર્વાદ રે,

મેં તો રાખડી રે બાંધી વીરા તને અમોલડી.


મેં તો વીરને રે કાજે બનાવી રાખડી,

હીરના રે દોરે બનાવી એ રાખડી રે,

મેં તો રાખડી રે બાંધી વીરા તને અમોલડી.


ભાઈ બહેનીના સંબંધો મધુરાં,

રાખડી વિના લાગે એ અધૂરા રે,

મેં તો રાખડી રે બાંધી વીરા તને અમોલડી.


કૂમકમ તિલક ભાલે શોભતા,

ભઈલાની રક્ષા હંમેશા કરતા રે,

મેં તો રાખડી રે બાંધી વીરા તને અમોલડી.


શ્રાવણી પૂનમ જોને આવતી,

ભઈલાની યાદ મીઠી લાવતી રે,

મેં તો રાખડી રે બાંધી વીરા તને અમોલડી.


ભાઈને બેની લાગે લાડકી,

સુખ દુઃખની લાગણીએ બંધાણી,

મેં તો રાખડી રે બાંધી વીરા તને અમોલડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational